જો દવાખાને હજારો રૂપિયા બચાવવા હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ફળનું સેવન

આપણે ત્યાં અનેક ડ્રાઈફ્રુટ મળે છે. જેનો ઉપયોગ કરવાથી શરીરમાં ઘણા લાભો થાય છે. આવું જ એક ફળ એટલે અંજીર. અંજીર આપણને ઘણી બજારમાંથી મળી રહે છે. આ ફળ આયુર્વેદની દ્રષ્ટીએ ખુબ જ ઉપયોગી છે. જે સ્વાદમાં પણ બધાને ભાવે તેવું હોય છે. આ એક ઉમરાનાં ફળ જેવા આકારનું ફળ થાય છે. જે તેના વૃક્ષ પર આવે છે. આ અઅંજીર આપણને અનેક બીમારીઓથી દૂર રાખે છે. કારણ કે તેમાં ભરપુર માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, આયર્ન, કેલ્શિયમ, વિટામીન એ, બી, સી અને કે મળી રહે છે.

અંજીર આપણા દેશમાં બધી જ જગ્યાએ મળી રહેતું હોય છે. જેના વૃક્ષ પણ ઘણા લોકોના ઘરે હોય છે. જયારે દુકાનોમાં પણ વેચાતા હોય છે. આ ફળમાં સુગરની માત્રા પણ હોય છે. અંજીર એ એન્ટીઓક્સ ડેંટ ગુણો ધરાવે છે. સાથે તેમાં ફાયબર, વિટામીન અને મિનરલ્સ હોય છે, જેથી તેનો ડાયટમાં ઉપયોગ કરી શકાય છે.

અંજીરને અંગ્રેજીમાં Common fig કહેવામાં આવે છે, જે અનેક ફાયદાઓ અને આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે. જેના ફાયદાઓ જોઈએ તો અનેક રોગ અને સમસ્યાના ઈલાજ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આં અંજીરમાં પેક્ટીન નામનું સોલ્યુબલ ફાઈબર હોય છે, જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.

આ અંજીરનો ઉપયોગ કરવાથી શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઘટે છે, જેનાથી શરીરમાં હ્રદયરોગના હુમલાનાં જોખમને પણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમજ તેમાં રહેલા ફાઈબરનાં કારણે પાચન તંત્રમાં પણ તે ખુબ જ ઉપયોગી છે. અંજીર વધારાનાં કોલેસ્ટ્રોલને પણ પાચન તંત્ર માંથી દૂર કરે છે.

હ્રદય માટે પણ અંજીરને ફાયદાકારક ગણવામાં આવે છે. આ અંજીર શરીરમાંથી ફ્રી રેડિકલ્સ બનવાની સાથે હ્રદયની કોરોનરી ધમનીઓ માટે પણ ઉપયોગી છે, જે હ્રદયની તમામ બીમારીઓ માટે ઉપયોગી થાય છે. આ અંજીરમાં રહેલા એન્ટીઓક્સીડેંટ ગુણ ફ્રીં રેડિકલ્સને ખતમ કરીને હ્રદયને સુરક્ષિત રાખે છે.

અંજીરમાં આવેલા ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસીડના ગુણ હોય છે  જે હ્રદયને હેલ્થી રાખવામાં મદદ કરે છે અને બીજી અનેક બીમારીઓને દૂર કરે છે.

અંજીરનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. અંજીરમાં ડાયટ્રી ફાઈબર આવેલા હોય છે એ પેટને સાફ કરવામાં મદદ રૂપ થાય છે. અંજીર પાચન માટેની ઉત્તમ ફળ હોવાથી પેટની સમસ્યા દૂર કરે છે. 2 થી 3 જેટલા અંજીરને રાત્રીભર પાણીમાં પલાળી રાખીએ સવારે ખાવાથી પાચન માટે ખુબ ઉપયોગી થાય છે.

અંજીરમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો આવેલા હોય છે. જેમાથી કેલ્શિયમ હાડકાંને મજ્બુત કરવા માટે શરીરમાં ખુબ જ ઉપયોગી થાય છે. જે લોકોને હાડકકામાં દુખાવો, સાંધા દુખતા હોય તેવા લોકોએ અંજીર નું સેવન અવશ્ય કરવું જોઈએ.

પોટેશિયમ અને ફાઈબર શરીરમાં હ્રદયની સમસ્યામાં ઉપયોગી છે. એમાં ખાસ કરીને બ્લડ પ્રેસરની સમસ્યા જે લોકોને હોય તેવા લોકોએ અંજીરનો ઉપયોગ કરવો જોઈએ. આ તત્વોને લીધે અંજીર શરીરમાં પોટેશિયમ ઉમેરવાને લીધે બ્લડપ્રેસર કાબુમાં રહે છે.

શ્વાસની તકલીફનો પણ આ અંજીર ઈલાજ છે. જે લોકોને શ્વાસમાં ગંભીર સમસ્યા રહેતી હોય તેવોએ આ અંજીરનું સેવન કરવું જોઈએ. ક્ષયરોગની બીમારી વાળી વ્યક્તિને નિયમિત રીતે 1 અંજીરનું સેવન કરવું જોઈએ કે જેનાથી ખુબ જ ફાયદો થાય છે.

વાળના વિકાસ માટે પણ અંજીર ખુબ જ ઉપયોગી છે. અંજીરમાં વિટામીન અને ઘણા ઉપયોગી પોષકતત્વો હોય છે, જે વાળના વિકાસ માટે ઉપયોગી થાય છે. આ તત્વોને લીધે અંજીરનું સેવન કરવાથી વાળને પોષણ મળે છે અને વાળને ચમકીલા અને મજબુત બનાવે છે, સાથે વાળ ખરતા પણ અટકે છે.

આંખો માટે પણ આ અંજીર ઉપયોગી છે. જે આંખોનું તેજ વધારે છે. અંજીરમાં રહેલા વિટામીન અને પોષક તત્વો આંખો માટે ખુબ જ ઉપયોગી છે. આંખોને હેલ્ધી રાખવા માટે અંજીરનું સેવન કરવું જોઈએ.

આ સિવાય તે શરીરમાં લોહીના શુદ્ધિકરણ માટે પણ ઉપયોગી જે વ્યક્તિના શરીરમાં લોહીં પ્રમાણ ઘટતું હોય તેઓ પણ આ રીતે અંજીરનો ઉપયોગ કરી શકે છે. દરરોજ રાત્રે અંજીર લઈને આ અંજીર, દ્રાક્ષ અને એક ગ્લાસ દુધમાં ઉકાળીને પી જવું જોઇએ કે જેનાથી લોહીનું શુદ્ધિકરણ થાય છે.

જે લોકોને વધારે શરીર કે વધારે વજન હોય તે લોકો પણ આ અંજીરનું સેવન કરીને વજન ઘટાડી શકે છે. જેમાં રહેલા ફાઈબરને લીધે અંજીરનું સેવન કરવાથી શરીરમાં લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી તેમજ શરીરમાં તે વજન ઘટાડવાના ઈલાજ તરીકે ઉપયોગી થાય છે.

જે લોકોને શરીરમાં લોહીનું પ્રમાણ ઘટતું હોય, કે જેના લીધે એનીમીયાની બીમારી થાય છે. જયારે શરીરમાં આયર્નની ઉણપ સર્જાય છે ત્યારે એનીમિયાનો રોગ થાય છે. આ રોગથી બચવા માટે અંજીરનું સેવન કરવું જોઈએ. આ રીતે અંજીરનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ પણ વધે છે અને એનીમિયા જેવી બીમારી દૂર થાય છે.

આ રીતે અંજીર આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. જેનું નિયમિત સેવન કરવાથી ઉપરોક્ત બીમારીઓમાં રાહત મેળવી શકાય છે. આ એક ફળ હોવાથી તેના સેવનથી શરીરમાં વધારાની કોઈ આડઅસર થતી નથી અને તમે તેના ઉપયોગથી રોગોથી બચી શકાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

2 thoughts on “જો દવાખાને હજારો રૂપિયા બચાવવા હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ફળનું સેવન”

Leave a Comment