આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

આજે મારે તમને ખાસ એક મહત્વની વાત કરવી છે જે તમારે બે નિયમનું પાલન કરવાનું થશે. જે નિયમનો તમે અમલ કરતા હોવ તો ખુબજ સારી બાબત કહેવાય છે તેમજ જો તમે અમલ ન કરતા હોવ તો આજથી જ અમલ કરવાનું શરુ કરી દેજો. તમારા જીવનમાં ક્યારેય દવાની જરૂર નહિ પડે કે દવાખાનાનું પગથીયું ચડવું નહિ પડે.

આયુર્વેદમાં સરસ મજાની વાત કરેલી છે કે બપોરનું ભોજન રાજાની જેમ કરવું જોઈએ અને સાંજનું ભોજન રાંક એટલે કે ગરીબની જેમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. શું છે આ કહેવત પાછળનો અર્થ ? તેના વિશે વાત કરું તો બપોરે તમે ખુબજ પેટ ભરીને ખાવ પરંતુ રાત્રે તમારે હંમેશા થોડું ભૂખ્યા રહીને જમવું જોઈએ તેમજ તમે સુઈ જતા પહેલા તમારું પેટ 100 ટકા ખાલી થઇ જવું જોઈએ.

જો તમારું પેટ ભારે લાગે તેમજ વધુ પડતું ખાઈ લીધાનો અહેસાસ થાય તેમજ ભારે પેટ સાથે તમારો ખોરાક પચ્યો ન હોય અને તમે પથારીમાં સુઈ જશો તો તમારા શરીરમાં જે ખોરાક આખી રાત પડ્યો છે તેમાંથી સડો ઉભો થાય છે એ સડામાંથી મીથેન નામનો આંતરડામાં ગેસ બને છે એ વાયુ કાચા આમને એટલે કે વધુ પડતા કોલેસ્ટ્રોલને એટલે કે પચ્યા વગરના ખોરાકને લોહીની નસોમાં ફરતો કરી દે છે. જે અનેક ગણી બીમારીઓનું કારણ બને છે.

તમે અમુક ખાસ એવા સવાલો તમારી જાતને પૂંછી જુઓ ગરીબને ખાવા નથી મળતું ત્યારે તે કેમ અડધો ભૂખ્યો રહે છે એવી રીતે તમે રાત્રે ભૂખ્યા રો છો ખરા ? શું તમે સુતા પહેલા પેટ થોડું ખાલી છે એવું માર્ક કર્યું છે ખરું ? જો ના કર્યું હોય તો આજથી જ તમે તેને માર્ક કરવાનું શરુ કરી દેજો.

તમારું પેટ જ્યાં સુધી ખાલી ન થઇ જાય તમને ભૂખનો અનેસાસ ન થાય ત્યાં સુધી તમારે બિલકુલ સુવાનું થતું નથી. આ ઉપાય કરવાથી તમારી 50 થી લઈને 80 ટકા બીમારી થઇ જશે આજીવન માટે દુર.

આપણને ભૂખ લાગવી અને પેટનું ખાલી હોવું તેમાં આભ જમીનનો ફેર છે. કુદરતી રીતે ભૂખ ત્યારે જ લાગે છે કે જયારે શરીરને ઉર્જા અને કેલેરીની જરૂર પડે જયારે શરીરને કેલેરીની જરૂર નથી પડતી ત્યારે ભૂખ નથી લાગતી પરંતુ આપણને એવો અહેસાસ થાય છે મારું પેટ ખાલી છે આ અનનેચરલ ભૂખ છે.

વાત કરીએ નેચરલ ભૂખ વિશે તો જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે સુકો રોટલો હોય છતાં પણ ખાઈ જતા હોઈએ છીએ. તેમજ ઘરે કોઇપણ ખાવાની વસ્તુ પડી હોય તો તેને આપણે ખાઈ જતા હોઈએ છીએ. ગામડામાં એક કહેવત પણ છે એ પેટમાં બિલાડો બોલે છે એટલે આપણે એવું કહેતા હોઈએ છીએ કે પેટમાં કકડીને ભૂખ લાગી હોય છે. બીજી પણ એક કહેવત છે કે ભૂખ ન જુવે ટાઢું અને ઊંઘ ન જુવે ઉકરડો.

જયારે આપણા શરીરમાં નેચરલ ભૂખ લાગે ત્યારે સમજવાનું કે આપણા શરીરમાં ઉર્જા ઘટી છે કેલેરીનું પ્રમાણ ઘટ્યું છે ત્યારે તમને એક મગજમાં મેસેજ આવે છે. તમને જયારે અનનેચરલ ભૂખ લાગે ત્યારે તમે જે કોઇપણ વસ્તુ પેટમાં પધરાવી દ્યો છો તેના લીધે મોટા ભાગના શરીરમાં પ્રોબ્લેમ થવાનું જોખમ રહેલું છે હાર્ટ એટેક આવવાનું પણ જોખમ આના લીધે થતું હોય છે.

એટલા માટે જ બપોરના ભોજનને રાજા જેવું કેમ કહ્યું છે ? તેના વિશે વાત કરી લઈએ, તમે બપોરે જયારે જમો છો ત્યારે ભરપેટ જમો, ભારે ખોરાક લો કોઈ વાંધો નહિ કારણ કે બપોર પછી આખો દિવસ સાંજ સુધી તમે કામ કરો છો તે કામની અંદર તમારો ખોરાક પચી જાય છે.

રાત્રે તમે જમીને ડાઇરેકટ સુઈ જવાના છો ત્યારે તમારા શરીરમાં રહેલા બધા જ અવયવો આરામ કરતા હોય છે તે વખતે તમે તેને ખોરાક પચાવવાનું કહો છો તે વખતે તે કોઈ દીવસ ખાધેલો ખોરાક પચાવશે નહિ.

જે ખોરાક જ્યાં પડ્યો છે ત્યાં નો ત્યાં જ રહેશે જેમ કે નાના આંતરડામાં, મોટા આંતરડામાં તેમજ હોજરીમાં જ્યાં હશે ત્યાંનો ત્યાં જ રહેશે. તેમજ પડ્યો પડ્યો ખોરાક ચડે છે. આપણા શરીરમાં 50 થી 80 ટકા રોગો થવાનું મુખ્ય કારણ આ જ હોય છે કે રાત્રી દરમિયાન આપણે ગરીબ જેવું ભોજન કરતા નથી.

આપણી લાઈફ સ્ટાઈલ આયુર્વેદના સિદ્ધાંતથી તદ્દન ઉંધી છે. આપણે બપોરે નીકરી ધંધામાં તેમજ આ ભાગદોડ ભરી જિંદગીમાં નાસ્તા જેવું કરી લેતા હોઈએ છીએ. તેમજ રાત્રે સહેજ પણ પેટમાં જગ્યા રહેવા દેતા નથી એટલું ભરપેટ ખાઈ લેતા હોઈએ છીએ. ખાઈ લીધા પછી પણ અડધા કલાકમાં પથારીમાં લાંબા થઇને સુઈ જતા હોઈએ છીએ.

આપણા શરીરમાં વધુ પડતો વજન, વધુ પડતું બીપીનું પ્રમાણ, બ્લોટીન, કોલેસ્ટ્રોલ, ગેસ, એસીડીટી, પેટનું ફૂલી જવું, પાચનને લગતી સમસ્યા આ બધી જ સમસ્યા પાછળ જો કોઈ મૂળભૂત કારણ હોય તો તે છે અનિયમિત ખાણી-પીણી.

આપણે જ્યાં સુધી આ આયુર્વેદના સોદ્ધાંતોને અપનાવીશું નહિ ત્યાં સુધી આ રીતે અનેક તકલીફો થવાની સંભાવનાઓ રહેલી હોય છે.

આ બધી જ સમસ્યાના ઈલાજ માટે તમારે દરરોજ એક કલાક માટે યોગ પ્રાણાયામ, કસરત, ભૂખ્યા રહેવું વગેરે પાછળ અડધી કલાકથી એક કલાકનો સવારે સમય કાઢવો ખુબજ જરૂરી છે.

Leave a Comment